I Am Ok,You Are Ok (Gujarati) By Vanraj Malvi
આઈ એમ ઓકે, યૂ આર ઓકે - વનરાજ માલવી
તમને કેટલીકવાર પ્રશ્ન મૂંઝવે છે: ' લોકો મારી સાથે આમ કેમ વરતે છે ? તેમની સાથે કઈ રીતે કામ પાર પાડવું ? '
તેનો ઉકેલ તમે જાણવા માંગો છો ?
રોજબરોજની આવી અસંખ્ય સમસ્યાઓના ઉકેલ ડો. એરિક બર્ને રચેલા શાસ્ત્ર ' ટ્રાન્ઝેકશનલ એનાલિસિસ '(ટી.એ.) માંથી સાંપડે છે. ડો. એરિક બર્ન ફ્રોઈડ પછી દુનિયાએ જોયેલા સૌથી મોટા ગજાના મનોવૈજ્ઞાનિક છે. તેમના આ શાસ્ત્રની ચર્ચા દુનિયાભરમાં થતી રહી છે.
ટી.એ. હકીકતમાં વાતચીત અને વર્તનનું મનોવિજ્ઞાન છે. વાતચીતનું પૃથક્કકરણ કરી, તેની ભૂમિકામાં રહેલી મનોસ્થિતિ અને મનમાં ઉપજતા આંતરિક પ્રવાહોનો તેમાં અભ્યાસ કરવામાં આવે છે. આખરે તો જીવન અને વર્તનના ઢાંચાના મૂળ મનમાં રહેલાં છે. માણસને બાલ્યકાળમાં સુમેળપૂર્વકના સંબંધો કેળવવાની સમજ અને શિક્ષણ આપાય તો અન્ય વ્યક્તિઓને સમભાવ અને સદભાવપૂર્વક નિહાળી શકે. પણ કમભાગ્યે તે પ્રકારની કેળવણી મળવાના સંજોગો મોટા ભાગના લોકોને સાંપડતા નથી. તેથી વ્યક્તિ બીજા લોકોને કાં તો ચઢીયાતા યાં તો ઉતરતા ગણી લે છે. તેથી ઘણી સમસ્યાઓ પેદા થાય છે. લોકો સાથે મનોવ્યાપારિક રમતો રમવામાં તે સરી પડે છે. પરિણામે તે પોતે દુઃખી થાય છે. આ પ્રકારની આંટીઘૂંટીવાળી રમતો માણસ ન રમે, અને પોતાનામાં રહેલા પૂર્વગ્રહો અને ભ્રમથી તે વેગળો રહે એ શાણારસ્તા તરફ ટી.એ. દોરી જાય છે. માણસ તે રસ્તો અપનાવી શકે તો લોકો સાથે તે તંદુરસ્ત વ્યહાર કરી શકે, તેના સંબંધો મૈત્રીમાં પરિણમે.
આ ગ્રંથમાં શ્રી વનરાજ માલવીએ ગુજરાતી પ્રજા અને ગુજરાતી સમાજરચનાને લક્ષમાં રાખી, માનવીય વર્તનની આંટીઘૂંટી તથા તે સંબંધે પ્રશ્નો સમજ્યા છે, તેના ઉકેલો પણ સાથે બતાવ્યા છે.
|